Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસા (Monsoon)ની સિસ્ટમ સક્રિય થશે તથા ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે
gujarat rain  રાજ્યમાં અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી
Advertisement
  • 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે
  • ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે
  • 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે

Gujarat Rain: હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે. જેમાં 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસા (Monsoon)ની સિસ્ટમ સક્રિય થશે. તથા ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે. હાલ બ્રેક મોન્સૂનની સ્થિતિ હોવા છતાં, 13-14 ઓગસ્ટમાં ફેઝ 2માં આવવાથી ચોમાસું ફરી સક્રિય થશે. વરસાદની સંભાવના 6 થી 12 ઓગસ્ટ રાજ્યના અમુક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે જેમાં જોર ધીમે ધીમે વધશે.

Ambalal Patel Weather Update

Advertisement

17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા

17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા, જે મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં અસર કરશે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) વધુમાં જણાવ્યું છે કે 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર (ભાવનગર, મહુવા, ઉના) અને દક્ષિણ ગુજરાત (નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગ) માં ભારેથી અતિભારે વરસાદ (Monsoon) ની શક્યતા છે.

Advertisement

Weather expert Ambalal Patel prediction Gujarat weather will change from November 7!

રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંત સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

Weather expert Ambalal Patel's big prediction regarding the storm gujarat

અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે

આ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જે વરસાદ (Monsoon)નું જોર વધારશે. તથા અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું કે 17 ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ પાક માટે ફાયદાકારક રહેશે જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. તથા 30 ઓગસ્ટ પછીનો વરસાદ પાક માટે નુકસાનકારક હોઈ શકે છે, તેથી ખેડૂતોને સાવચેતી રાખવા સૂચન છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 15 ઓગસ્ટ આસપાસ ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા પડે પરંતુ સૂર્ય મઘા નક્ષત્રમાં આવતા 17 ઓગસ્ટથી નક્ષત્ર અનુવાદ દેડકો છે. એટલે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 18થી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકો ભૂગર્ભમાં પણ સંગ્રહ કરતા હતા.

આ પણ વાંચો: Rajkot News: પાટીદાર દિકરીના મિલકતનો વિવાદ વકર્યો, સમાજના આગેવાનો પરિવારની લેશે મુલાકાત

Tags :
Advertisement

.

×