Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
- જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા
- દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવામાં વરસાદ પડશે
- ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે
Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ થશે. તથા દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવામાં વરસાદ પડશે. તેમજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે.
ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ થઈ શકે છે
23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ થઈ શકે છે. તેમજ પાટણ, સમી હારીજ, પાટડી દસાડામાં પણ વરસાદની શક્યતા છે. તથા માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધંધુકા અને ધોળકામાં વરસાદ થશે. સાથે જ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.
ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે
ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે-આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 25 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. તેમજ 25 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર એક સિસ્ટમ બની રહી છે અને મઘ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ અને મઘ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હારીજ, મહેસાણામાં ભારે વરસાદ પડી શકે છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 22 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


