Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી
- Ambalal Patel એ જણાવ્યું છે કે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે
- અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ થશે
- દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ
હવામાન નિષ્ણાત Ambalal Patel ની વરસાદ મામલે આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગરમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. તથા અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ થશે.
દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, આહવા ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ સાથે વરસાદી ઝાપટા યથાવત રહેશે. તથા 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ થઈ શકે છે. તેમજ પાટણ, સમી હારીજ, પાટડી દસાડામાં પણ વરસાદની શક્યતા છે. વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, બાવળા, ધંધુકા અને ધોળકામાં વરસાદ થશે. તેમજ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. ગણેશ ચતુર્થી તથા પર્યુષણના તહેવાર સમયે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી
23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ થઈ શકે
ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક ભાગોમાં વરસાદ પડશે#Gujarat #Weather #Forecast #Windy… pic.twitter.com/SRoKHoBurR— Gujarat First (@GujaratFirst) August 21, 2025
Ambalal Patel: રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે
રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મેપ પ્રમાણે 22 મી તારીખે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટની પણ આગાહી આપી છે. આજે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ
આ ઉપરાંત મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Rajkot News: શહેરમાં વધુ એક ઈન્ફ્લુએન્સરે આપઘાતનો કર્યો પ્રયાસ, સુસાઇડ નોટ મળી આવી


