Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડાનો મોટો ખતરો! એકસાથે 3 વરસાદી સિસ્ટમ એકબીજાથી ટકરાઈ શકે

Gujarat Rain: 8 ઓક્ટોબર સુધી તેજ પવન સાથે ભારે વરસાદ પડશે અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા વાવાઝોડાનું સંકટ અરબી સમુદ્રનું ડીપ્રેશન સૌરાષ્ટ્રથી 210 કિમી દૂર સ્થિર Gujarat Rain: ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડાનો મોટો ખતરો! એકસાથે 3 વરસાદી સિસ્ટમ એકબીજાથી...
gujarat rain  ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડાનો મોટો ખતરો  એકસાથે 3 વરસાદી સિસ્ટમ એકબીજાથી ટકરાઈ શકે
Advertisement
  • Gujarat Rain: 8 ઓક્ટોબર સુધી તેજ પવન સાથે ભારે વરસાદ પડશે
  • અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા વાવાઝોડાનું સંકટ
  • અરબી સમુદ્રનું ડીપ્રેશન સૌરાષ્ટ્રથી 210 કિમી દૂર સ્થિર

Gujarat Rain: ગુજરાત પર ફરી તોળાતો વાવાઝોડાનો મોટો ખતરો! એકસાથે 3 વરસાદી સિસ્ટમ એકબીજાથી ટકરાઈ શકે છે. જેમાં ગુજરાત, ઉત્તર ભારતમાં અનોખી ઘટનાની શક્યતા છે. 8 ઓક્ટોબર સુધી તેજ પવન સાથે ભારે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતા વાવાઝોડાનું સંકટ છે. અરબી સમુદ્રનું ડીપ્રેશન સૌરાષ્ટ્રથી 210 કિમી દૂર સ્થિર છે. તેમજ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર ઝોનથી IMDનું એલર્ટ છે.

Gujarat Rain Gujarat First-23-08-2025-

Advertisement

ઓડિશાની ડીપ ડીપ્રેશન સિસ્ટમ આગળ વધી રહી છે

ઓડિશાની ડીપ ડીપ્રેશન સિસ્ટમ આગળ વધી રહી છે. તથા ઉત્તર ભારતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. તથા ઉત્તરાખંડ, હિમાચલમાં રેકોર્ડબ્રેક વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતની પાસે જે સિસ્ટમ હાલ અરબી સમુદ્રમાં છે તે દરિયામાં થોડી આગળ વધતાની સાથે જ વાવાઝોડું બની જશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં હાલ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રૂપમાં છે અને આગામી 12 કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા છે. ભારતની પાસે આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાં અને ચોમાસું પૂરું થાય તે બાદ સામાન્ય રીતે વાવાઝોડાં સર્જાતાં હોય છે. અરબી સમુદ્રમાં બનનારું આ વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે.

Advertisement

Gujarat Rain: 24 કલાકમાં ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના

3 ઓક્ટોબરની સવારની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી 240 કિલોમીટર, પોરબંદરથી 270 કિલોમીટર, કચ્છના નલિયાથી 280 કિલોમીટર અને પાકિસ્તાનના કરાચીથી 400 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ વાવાઝોડું આગળ વધીને 24 કલાકમાં ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે વાવાઝોડુ બન્યા બાદ પણ તે વધારે મજબૂત બનશે. તાજેતરમાં જે સિસ્ટમ ગુજરાત પર હતી અને પછી દરિયામાં ગઈ છે એ સિસ્ટમ જ હવે વાવાઝોડું બનશે અને તે આગામી દિવસોમાં હજી પણ દરિયામાં રહેવાની શક્યતા છે.

સિસ્ટમ દરિયામાં જેમ જેમ દૂર જશે તેમ તેની અસર ઘટતી જશે

હાલ આ સિસ્ટમ દરિયામાં છે અને આગામી બેથી ત્રણ દિવસ તે દરિયામાં જ આગળ વધે તેવી સંભાવના છે. શરૂઆતમાં આ સિસ્ટમ હાલ જ્યાં છે ત્યાંથી પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે. જે બાદ તેની દિશા થોડી બદલાશે અને પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે. એ તરફ દરિયામાં આગળ વધતાની સાથે તે ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. જોકે, હવે તે ગુજરાતથી દૂર હોવાને કારણે રાજ્યમાં તેની અસર વધારે થવાની શક્યતા નથી. સિસ્ટમ દરિયામાં જેમ જેમ દૂર જશે તેમ તેની અસર ઘટતી જશે.

આ પણ વાંચો: Gujarat BJP પ્રદેશ પ્રમુખ મામલે એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈ ચૂંટણી ન થાય તેવી શકયતા!

Tags :
Advertisement

.

×