Gujarat Rain: વરસાદનો હજુ અતિભારે રાઉન્ડ આવવાની શક્યતા - અંબાલાલ પટેલ
- Gujarat Rain: ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી
- 30, 31 ઓગસ્ટમાં વિવિધ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
- સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂત ભાઈઓ માટે નુકસાન કારણ સાબિત થાય તેવી શક્યતા
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ મામલે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદનો હજુ અતિભારે રાઉન્ડ આવવાની શક્યતા છે. તેમાં 30, 31 ઓગસ્ટમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સપ્ટેમ્બરના 10 તારીખ સુધીમાં ગુજરાતમાં કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદની આગાહી છે.
ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂત ભાઈઓ માટે નુકસાન કારણ સાબિત થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં કેટલાક ભાગમાં 4 ઇંચ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં આજથી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ થઈ શકે છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
Gujarat Rain: પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં હળવું દબાણ ઉભું થશે, જેના કારણે પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઇંચ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટાં પડવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લા ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Bitcoin Scam Case માં મોટો ચુકાદો, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આજીવન કેદ


