Gujarat Rain: રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો, જાણો ક્યા છે વરસાદની આગાહી
- Gujarat Rain: બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
- લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા
- સતત ધોધમાર વરસાદના પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું
Gujarat Rain: રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. જેમાં ગુજરાત પર એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આજે રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મેઘકહેરથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છિનવાયો છે. તેમજ મંત્રીઓ આજથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 120 ટકા વરસાદ થયો છે. તથા ચોમાસાની સત્તાવાર વિદાય છતાં વરસાદી માહોલ છે.
બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા છે. સાથે જ ગાજવીજ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Rain: દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને દાદરા-નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને દાદરા-નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા, પાટણ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ નવસારી, ડાંગ, વલસાડ અને પોરબંદરમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, 29 થી 31 ઓક્ટોબર દરમિયાન અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદ ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી છે.
લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા
મંગળવારે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ,બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ હળવો વરસાદ પડવાની આગાહી છે. આગામી બે દિવસ સુધી ગુજરાતમાં લઘુતમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ત્યાર પછી લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.
સતત ધોધમાર વરસાદના પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું
મહત્તમ તાપમાન પણ આટલું જ ઘટી શકે છે. જિલ્લામાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદ ખેડૂતો માટે નુકશાન સર્જી રહ્યો છે. ખેતરોમાં તૈયાર થયેલ ઊભા પાક છે તેવામાં આફતરૂપી કમોસમી વરસાદ ખેડૂતની મહેનત અને આવક ઉપર પાણી ફેરવી નાખશે જેને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ સતત ધોધમાર વરસાદના પગલે વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 22 કલાકમાં 236 તાલુકામાં માવઠું, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ