Gujarat Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન
- ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે
- ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા
- અમદાવાદ પૂર્વમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે
Gujarat Rain: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન થઇ રહ્યાં છે. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો છે. ચોમાસા પહેલા ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા છે. તેમજ રથયાત્રા બંદોબસ્તના કારણે ટ્રાફિક સહિતની પોલીસ ગાયબ થઇ છે. અનેક વિસ્તારોમાં જામ થયેલો ટ્રાફિક યથાવત કરાવવા સ્થાનિક લોકો વરસતા વરસાદમાં ખડે પગે ઉભા રહ્યાં છે.
Ahmedabad Rain: AMC ના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન । Gujarat First
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોના પાપે નાગરિકો હેરાન
ચોમાસા પહેલાં ગટર લાઇનો સાફ નહીં કરતા પાણી ભરાયા
ગઈકાલે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર થયો હતો જળબંબાકાર
રથયાત્રા બંદોબસ્તના કારણે ટ્રાફિક સહિતની… pic.twitter.com/RIQp49H3Tv— Gujarat First (@GujaratFirst) June 26, 2025
પૂર્વ અમદાવાદ મનપાના પાપે જળબંબાકાર થયો
પૂર્વ અમદાવાદ મનપાના પાપે જળબંબાકાર થયો છે. ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમાં અમદાવાદ પૂર્વમાં સરેરાશ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં મણીનગરમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. દક્ષિણી, કુબેરનગર, મીઠાખળી અંડરપાસ બંધ કરાયા હતા. તેમજ ઓઢવમાં સાડા 4 ઇંચ, ચકુડિયામાં 4 ઇંચ, મેમ્કોમાં 3 ઇંચ વરસાદ થયો છે. જેમાં વિરાટનગરમાં 3 ઇંચ નિકોલમાં અઢી ઇંચ વરસાદ, નરોડામાં પોણા 3 ઇંચ, વટવામાં 2 ઇંચ વરસાદ તથા રામોલમાં સવા 2 ઇંચ વરસાદ, દાણાપીઠમાં દોઢ ઇંચ વરસાદ
ખાબક્યો છે.
શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયુ હતું
અમદાવાદ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયુ હતું અને વરસાદ શરૂ થયો હતો. શહેરના મણિનગર અને કાંકરિયા, નરોડા, વટવા, જશોદાનગર, વિરાટનગર, રાણીપ, વાડજ, નરોડા, બાપુનગર,રામોલ, હાથીજણ, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ટ્રાફિકમાં વાહનો ફસાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો
શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરના આંબેડકર ઓવરબ્રિજ પર વરસાદને કારણે ભારે ટ્રાફિક જામ થતા અનેક વાહનો ફસાયા હતાં. નિકોલના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકમાં વાહનો ફસાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યભરમાં 1 જુલાઈ સુધી મેઘની આગાહી, જાણો ક્યા આવશે ભારે વરસાદ


