Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્ય પર અવિરત મેઘની આગાહી, જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain: ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
gujarat rain  રાજ્ય પર અવિરત મેઘની આગાહી  જાણો કયા છે વરસાદનું રેડ એલર્ટ
Advertisement
  • Gujarat Rain: ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
  • ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ
  • તમામ જિલ્લામાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

Gujarat Rain: આખા ગુજરાત પર અવિરત અનરાધાર વરસાદની આગાહી છે. જેમાં ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ગુજરાતના મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તથા હવામાન વિભાગે નાઉકાસ્ટ દ્વારા ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્ય પર સાર્વત્રિક મેઘમલ્હાર થાય તેવી સ્થિતિ છે.

અમદાવાદ સાબરમતીના જળસ્તરમાં વધારો થયો

અમદાવાદ સાબરમતીના જળસ્તરમાં વધારો થયો છે. જેમાં રિવરફ્રન્ટ વોક વે પર સાબરમતી નદીના પાણી આવી ગયા છે. પાણી સાથે સાપ પણ વોક વે પર જોવા મળ્યા છે. તથા જળસ્તરમાં વધારો થતા લોઅર પ્રોમીનાડ બંધ કરાયો છે. જેમાં ધરોઈ ડેમના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો છે. તથા રાજકોટની જામકંડોરણાની ઉતાવળી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા રિવરફ્રન્ટ આસપાસ પાણી જોવા મળ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી નદીમાં પાણી આવ્યું છે. ત્યારે ખેડાના વણાકબોરી ડેમ 6.5 ફૂટે ઓવરફ્લો થયો છે. તથા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાંથી 60 હજાર ક્યૂસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી પાણી છોડતા મહીસાગર નદી બે કાંઠે થઇ છે.

Advertisement

Advertisement

Gujarat Rain: અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ 70 ટકા ભરાયો

અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ 70 ટકા ભરાયો છે. ગળધરા ખોડિયાર નજીક આવેલો ખોડિયાર ડેમ ભરાયો છે. સિંચાઈ આધારિત ડિઝાઇન સ્ટોરેજમાં 70 ટકા ભરાયો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. તેમજ ધારી, લીલીયા, સાવરકુંડલા તાલુકાના ગામોને પણ એલર્ટ કર્યા છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં વરસાદી માહોલ જામ્યો છે. તથા દહેગામ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. લીહોડા, ખાનપુર, સાંપા, પાલૈયા સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર છે.

નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા

નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલાયા છે. કરજણ ડેમની જળસપાટી 109.72 મીટર, ડેમ 75 ટકા જેટલો ભરાયો છે. ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલાયા છે. 32 હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે.

આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયુ

Tags :
Advertisement

.

×