Gujarat Rain: રાજ્યના અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
- સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે
- કચ્છમાં સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી
- નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: હવામાન વિભાગે ત્રણ કલાકની આગાહી જાહેર કરી છે. જેમાં સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તથા છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ પણ પડી શકે છે. કચ્છમાં સાંજે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં બનાસકાંઠા-સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ-સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ અમરેલી, ગીરસોમનાથ, ભાવનગરમાં પણ ઓરેન્જ ઓલેર્ટ છે. તથા રાજ્યના બાકીના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.
Girnar : ગુજરાતનું રત્ન 'ગિરનાર પર્વત' પ્રકૃતિના રંગોમાં રંગાયો । Gujarat First
ચોમાસાની શરૂઆતમાં લીલીછમ હરીયાળી ચાદર ઓઢી
ગિરનાર જ્યાં વાદળો મા અંબાના મંદિરને સ્પર્શીને કરે છે નમન
વરસાદ બાદ ગિરનાર પર્વતનો આકાશી નજારો
પ્રકૃતિની લીલીછમ ચાદરમાં લપેટાયેલો ગિરનાર
ગિરનાર પર્વત પર… pic.twitter.com/9gDRRhUaEJ— Gujarat First (@GujaratFirst) June 29, 2025
રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી
29 જુલાઈથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી સાથે ત્રણથી સાત જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ ચીખલીમાં 3.3 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 2.6 ઇંચ વરસાદ, વાપીમાં 2.6, દ્વારકામા 2.4 ઇંચ વરસાદ, વલસાડમાં 2.8, કપરાડામાં 2.3, ઉમરગામમાં 2.2 ઇંચ વરસાદ, ગણદેવી અને પ્રાંતિજમાં 2.1 ઇંચ વરસાદ, ખેરગામ અને લખપતમાં 1.9 ઇંચ વરસાદ, પોરબંદર, ભરૂચ, વ્યારામાં 1.8 ઇંચ વરસાદ, ધરમપુર અને કરજણમાં 1.7 ઇંચ વરસાદ, વડોદરા અને પારડીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
1-2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. તેમજ 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે 4 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ, જાણો ગુજરાતના વિવિધ ડેમમાં કેટલી થઇ પાણીની આવક


