Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ
- દક્ષિણ ગુજરાતમાં અપરએર સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે
- 2 થી 3 જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે
Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં અપરએર સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. જેમાં 2 થી 3 જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ
અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ છે. તેમજ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. 1-2 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યુ છે. 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જ્યારે 4 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.
મધ્ય પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતુ
હવામાન નિષ્ણાતોએ પણ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મધ્ય પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતુ તે સિસ્ટમ ગુજરાતના અનેક વિસ્તારોથી પસાર થઈને ઘણી આગળ નીકળી ગઈ છે. તેના મોટાભાગના આઉટર ક્લાઉડ છે જે અરબ સાગરમાં છે અને તેનો સેન્ટ્રલ પાર્ટ પાકિસ્તાન તરફ છે. વધુમાં જણાવ્યુ છે કે, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યા હતા તેની તીવ્રતામાં ઘટાડો થશે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 30 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


