Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 112 તાલુકામાં માવઠુ, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
- Gujarat Rain: અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ
- પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો
- 20થી વધુ તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 112 તાલુકામાં માવઠુ પડ્યુ છે. જેમાં અમદાવાદના ધંધુકામાં અઢી ઇંચ વરસાદ થયો છે. તેમાં પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો તથા લોધિકા, સંખેડામાં દોઢ ઇંચથી વધુ વરસાદ સાથે 20થી વધુ તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. તેમજ અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ થયો છે.
મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 106 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના ધંધુકામાં 2.48 ઇંચ, પોરબંદરમાં 2.2 ઇંચ, રાજકોટના લોધીકામાં 1.61 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 1.34 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડા અને સાયલામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભરુચના જાંબુસર, ડાંગના આહવા, બોટાદના ગઢડા, રાણપુર, બરવાળા, રાજોકટ, ભાવનગરના વલ્લભીપુર, પાલીતાણા સહિત 99 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.
Gujarat Rain: વરસાદથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી
અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી અને ગુજરાતની નજીક આવી રહી હતી તે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રની સિસ્ટમ નબળી થતાં ગુજરાત પરથી ખતરો ટળી ગયો હતો, જોકે રાજ્યમાં વરસાદી માહોલ આજે પણ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આજથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થશે અને નવા અઠવાડિયાના અંત સુધીમાં વરસાદથી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં ધૂમ્મસ છાયું વાતાવરણ
આજના દિવસે સવારે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં ધૂમ્મસ છાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અમદાવાદમાં વરસાદ છતાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 2 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?