Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં મેઘમહેર, જાણો શું છે ભારે વરસાદની આગાહી

Gujarat Rain: જામજોધપુરમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે તથા રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં મેઘમહેર  જાણો શું છે ભારે વરસાદની આગાહી
Advertisement
  • દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ વરસ્યો
  • જામજોધપુરમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબક્યો
  • રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દ્વારકાના ભાણવડમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જામજોધપુરમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ છે. તેમજ 40 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી દોઢ ઇંચ સુધીનો વરસાદ છે.

વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે, સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, અને આવતીકાલે, 25મી ઓગસ્ટના રોજ, ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 21 મીમી, રાણાવાવમાં 22 મીમી અને કુતિયાણામાં સૌથી વધુ 64 મીમી વરસાદ નોંધાયો છે. હાલમાં પણ પોરબંદર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે.

Advertisement

Gujarat Rain Gujarat First-23-08-2025-

Advertisement

ખેરાલુમાં 50 મીમી અને સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો

મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વિસનગરમાં સૌથી વધુ ત્રણ ઇંચ (73 મીમી) વરસાદ નોંધાયો છે. આ સિવાય, ઊંઝામાં 54 મીમી, ખેરાલુમાં 50 મીમી અને સતલાસણામાં 47 મીમી વરસાદ પડ્યો છે. જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલો સુરવો ડેમ આ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમ સાઈટ વિસ્તારના થાણા ગાલોળ, ખજૂરી ગુંદાળા, અને ખીરસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain Gujarat First-23-08-2025

વડોદરાના શિનોર તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો

વડોદરાના શિનોર તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાધલી ગામમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સિઝનમાં શિનોરમાં અત્યાર સુધી કુલ 26.73 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: USA ટેરિફના પ્રતિભાવમાં 'વોકલ ફોર લોકલ'! BJP-RSS દેશમાં સ્વદેશી જાગરણ અભિયાન ચલાવશે

Tags :
Advertisement

.

×