Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 67 તાલુકામાં મેઘમહેર, જાણો પડ્યો સૌથી વધુ વરસાદ
- કચ્છના લખપતમાં 6 ઇંચથી વધુ વરસાદ
- ભાભર, રાપર, ભચાઉમાં 5 ઇંચથી વધુ વરસાદ
- નખત્રાણા, ગાંધીધામ,ભુજમાં 4 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ છે. જેમાં કચ્છના લખપતમાં 6 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. તથા ભાભર, રાપર, ભચાઉમાં 5 ઇંચથી વધુ વરસાદ સાથે નખત્રાણા, ગાંધીધામ, ભુજમાં 4 ઇંચ વરસાદ તથા અંજાર, સાંતલપુર, અબડાસામાં 3 ઇંચ વરસાદ છે. 6 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.
પૂરથી પીડાતી ઉ. ગુજરાતની જનતાને રાહત મળશે
પૂરથી પીડાતી ઉ. ગુજરાતની જનતાને રાહત મળશે. જેમાં આજથી ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટશે. ગુજરાતમાં આજથી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા છે. જેમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી છે. ગઈકાલે બનાસકાંઠા, કચ્છમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં બનાસકાંઠાના સૂઈગામમાં 16 ઈંચથી વધુ વરસાદ છે. તથા બનાસકાંઠાના અનેક ગામોમાં હજુ જળબંબાકાર છે.
પૂરથી પીડાતી North Gujarat ની જનતાને મળશે રાહત | Gujarat First
આજથી Gujarat માં ઘટશે મેઘરાજાનું જોર
ગુજરાતમાં આજથી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા
છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી
ગઈકાલે બનાસકાંઠા, કચ્છમાં ખાબક્યો હતો ધોધમાર
બનાસકાંઠામાં સૂઈગામમાં 16 ઈંચથી વધુ વરસાદ… pic.twitter.com/w1LQvr8MBL— Gujarat First (@GujaratFirst) September 9, 2025
કચ્છ અને પાટણના અનેક ગામો હજુ જળમગ્ન
કચ્છ અને પાટણના અનેક ગામો હજુ જળમગ્ન છે. આ ઉપરાંત અમદાવાદ, મહેસાણા, નર્મદા, દાહોદ, અરવલ્લી, સુરત, નવસારી, તાપી, દમણ, મહીસાગર, મોરબી, રાજકોટ અને કચ્છમાં પણ સતત વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે માછીમારોને 10 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે.
રાજ્યમાં લગભગ 5600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલી વિગત પ્રમાણે સરદાર સરોવર ડેમમાં હાલમાં 91 ટકાથી વધારે જળસંગ્રહ થયો છે. રાજ્યના 206 ડેમ પૈકી 123 ડેમ હાઈ એલર્ટ પર છે, 20 ડેમ પર એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યનાં 203 જળાશયોમાં હાલ 84 ટકા આસપાસ પાણીનો જથ્થો ભરાયેલો છે. પહેલી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં લગભગ 5600 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરના નઘરોળ તંત્રની બેદરકારીએ લીધો બે વ્યક્તિનો ભોગ


