Gujarat Rain: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, 5 ડેમના દરવાજા ખોલાયા
- રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ
- વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ
- વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ છે. વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જેમાં શહેરમાં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં શહેરમાં પાણી ભરાતા ખાડા નગરીથી લોકો પરેશાન થયા છે. વરસાદના કારણે સૌરાષ્ટ્રના 5 ડેમના દરવાજા ખોલાયા છે.
ન્યારી 2, આજી 2, ભાદર 2 ડેમમાં પાણીની આવક થઇ
ન્યારી 2, આજી 2, ભાદર 2 ડેમમાં પાણીની આવક થઇ છે. જેમાં રંગમતી, બ્રહ્માણી 2, મચ્છુ 3 ના દરવાજા ખોલાયા છે. નીચાણાવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. નદીના પટ્ટમાં અવર જવર નહીં કરવા સુચના અપાઇ છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં વરસાદ આવ્યો છે. જેમાં વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવી સ્થિતિ છે. વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પણ શહેરમાં વસવાટ કરતા લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. વરસાદથી શહેરોમાં પાણી ભરાયા તો ખાડા નગરીથી લોકો પરેશાન પણ થયા છે. ભારે વરસાદથી નવા નીરની આવક થતા 5 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં ન્યારી 2, આજી 2, ભાદર 2, રંગમતી, બ્રહ્માણી 2, મચ્છુ 3 ના દરવાજા ખોલવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર વરસેલા વરસાદથી PGVCL ને નુકશાન થયુ છે
નીચાણ ધરાવતા વિસ્તારમાં અને નદીના પટ્ટમાં અવરજવર ના કરવા સૂચના આપવામાં આવી છે. તથા સૌરાષ્ટ્ર વરસેલા વરસાદથી PGVCL ને નુકશાન થયુ છે. જેમાં PGVCL ના 55 જેટલા વીજપોલ પડી ગયા છે. તેમની સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું પ્રભુત્વ વધુ જોવા મળી શકે છે. જોકે, 10 જુલાઈ બાદ દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં વરસાદના જોરમાં ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 4 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


