Gujarat Rain: કચ્છમાં આવેલા રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ
- Gujarat Rain: ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- ભુજ, ભચાઉ અને લખપતમાં 3 ઇંચ વરસાદ
- નખત્રાણામાં 2 ઇંચ અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ
Gujarat Rain: કચ્છના રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. ગાંધીધામ, અંજારમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા ભુજ, ભચાઉ અને લખપતમાં 3 ઇંચ વરસાદ આવ્યો છે. નખત્રાણામાં 2 ઇંચ અબડાસા, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ છે. તેમજ માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તેમજ વિવિધ જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન થયુ છે. ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા જિલ્લામાં વરસાદને લઈ ઓરેજન્જ એલર્ટ આપ્યું છે. તથા કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી છે. તેમજ કચ્છની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે પણ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાયું
ધોરડોનાં સફેદ રણમાં પાણી ફરી વળ્યાં
ભારે વરસાદના પગલે રણ દરિયામાં ફેરવાયું
દરિયામાં જેમ મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો#WhiteDesert #RannOfKutch #HeavyRainImpact #rainingujarat #gujaratrain #gujaratfirst pic.twitter.com/o2U8o9gH49— Gujarat First (@GujaratFirst) September 8, 2025
Gujarat Rain: કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. તથા ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે, ભારે વરસાદની આગાહીને લઈ બીચ બંધ કરવામાં આવ્યો છે, સાથે સાથે ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે, બીચ તરફ જતા રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. કચ્છના ભચાઉમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, ભચાઉ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના વોધ, ચોપડવા, ચીરઇમાં વરસાદ છે.
આ પણ વાંચો: Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, જાણો કયો વિસ્તાર થયો જળબંબાકાર


