Gujarat Rain : નવરાત્રીના ગરબા વચ્ચે ગુજરાતમાં 24 કલાકમાં જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
- Gujarat Rain : ભારે વરસાદના પગલે ગરબામાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો
- નવરાત્રીના છેલ્લા નોરતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે
- ગુજરાતના સાત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
Gujarat Rain : ગુજરાતમાં નવરાત્રી પુરી થવા આવી છે. ત્યારે નવરાત્રીના છેલ્લા નોરતે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગરબામાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે. ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો હતો.
સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 4.09 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આપેલા વરસાદના આંકડા પ્રમાણે 29 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 30 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 4.09 ઈંચ વરસાદ ખાબક્યો હતો. SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 130 તાલુકા પૈકી 10 તાલુકા એવા છે જેમાં 1 ઈંચથી લઈને 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
Gujarat Rain : આજે મંગળવાર માટે ગુજરાતના સાત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
આ 10 તાલુકામાં જૂનાગઢ, ગીર સોમનાથ,દેવભૂમી દ્વારકા અને સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 41 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. એટલે કે આ તાલુકાઓમાં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે મંગળવાર માટે ગુજરાતના સાત જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ London: 2 ઓક્ટોબર પહેલા મહાત્મા ગાંધીની પ્રતિમા પર તોડફોડ, આ હુમલા પાછળ કોણ છે?


