Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે જાણો કયા જિલ્લાઓમાં અપાયુ વરસાદનું એલર્ટ
- Gujarat Rain: હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી
- નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ
- 12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયુ છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ 12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી
અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના કેટલાક ભાગોમા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ આગામી 24 કલાકને લઈને આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, સુરત, તાપી, નર્મદામા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વલસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain: 12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. Gujarat Rain અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. 14 ઓગસ્ટથી શરુ થનારા અઠવાડિયે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
Gujarat Rain: નવસારી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો
હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ગણદેવી તાલુકામાં આવેલા અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો: World Lion Day ની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાણવડના ટીંબડી ખાતે કરી


