Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં જાણો ક્યા કેટલા ઇંચ પડ્યો વરસાદ
- તાપીના વ્યારામાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- જામનગરના કાલાવડમાં સવા 3 ઇંચ વરસાદ
- કાલોલ, રાણાવાવ, કપરાડામાં 3-3 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 191 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં તાપીના વ્યારામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જામનગરના કાલાવડમાં સવા 3 ઇંચ વરસાદ થતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે. તેમજ કાલોલ, રાણાવાવ, કપરાડામાં 3-3 ઇંચ વરસાદ અને બારડોલી, સોનગઢમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 9 તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે.
Gujarat Rain News: Junagadh માં જળબંબાકારની 5 વરસાદી તસ્વીર । Gujarat First#JunagadhRain #GujaratRainAlert #HeavyRainfall #Monsoon2025 #WeatherUpdate #IMDAlert #RainySeason #GujaratWeather #RainStorm #GujaratFirst pic.twitter.com/sLd3iIlDYZ
— Gujarat First (@GujaratFirst) July 1, 2025
18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે 1 જુલાઈ 2025, મંગળવારના દિવસે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી તેમજ રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં કોઇ જગ્યાએ ઝરમર તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, ચોમાસાની શરુઆતમાં જે જોર હતું તે થોડું નરમ પડ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં મેઘને લઇ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા આવશે ધોધમાર વરસાદ


