Gujrat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી
- Gujrat Rain: કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી
- 27થી 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
- અરબ સાગરમાં વેલ માર્કડ લો પ્રેશર ડેવલપ થશે
Gujrat Rain: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.
કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી
27 સપ્ટેમ્બર, શનિવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે. 28 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
29 સપ્ટેમ્બર, સોમવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
Gujrat Rain: 27થી 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આજથી 29 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શકયતા રહેશે. હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેની સાથે બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બર બાદ લો પ્રેશર સક્રિય થશે. આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 27થી 30 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે.
અરબ સાગરમાં વેલ માર્કડ લો પ્રેશર ડેવલપ થશે
એ. કે. દાસે વધુમાં ઉમેર્યું કે, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે પૂર્વોત્તર ગુજરાતમાં થોડો વરસાદ થઈ શકે છે. ત્યારબાદ વરસાદની માત્રા ધીરે ધીરે ઓછી થશે. સાઈક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં વેલ માર્કડ લો પ્રેશર તરીકે ડેવલપ થશે. જેના લીધે માછીમારોને ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં વરસાદ પડવાની શક્યતા ઓછી છે, માત્ર નોર્થ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો: Gandhinagar : બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપી, ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું


