Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
- ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
- ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો
- જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશથી 115 ટકા વધુ વરસાદ નોંધાયો
Gujarat Rain: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું જોર યથાવત રહેશે. જેમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવા વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા સહિત પવન સાથે ભારે વરસાદની આગાહી છે.
ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત અતિભારે વરસદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે.
ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ તાપીના વ્યારામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કલોલમાં 3.11, પોરબંદરના રાણાવાવમાં 3.07 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશથી 115 ટકા વધુ વરસાદ નોંધાયો
જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશથી 115 ટકા વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી 105 ટકા વધુ વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 269 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આણંદમાં સરેરાશથી 218 ટકા અને પંચમહાલમાં 193 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 182 ટકા અને નર્મદા-અરવલ્લીમાં 168 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 2 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


