Gujarat Rain: આગામી સાત દિવસ હવામાન વિભાગે મેઘની કરી આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ
- ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી
- કચ્છ, દ્વારકા, પોરબંદર, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી
- નવસારી, વલસાડ, ડાંગ , તાપીમાં પડી શકે ભારે વરસાદ
Gujarat Rain: આગામી સાત દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. નવસારી, વલસાડ, ડાંગ , તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ભયંકર વરસાદની 5 વરસાદી તસ્વીર | Gujarat First #Gujarat #Ahmedabad #Rain #Valsad #Heavyrain #Monsoon #gujaratfirst pic.twitter.com/6iQY1B3Rjv
— Gujarat First (@GujaratFirst) July 7, 2025
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે
ઉલ્લેખનીય છે કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભીલોડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તથા તાપીના વ્યારામાં પોણા 6, ડોલવણમાં 5.5 ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં 5, વલસાડના કપરાડામાં 5 ઈંચ વરસાદ, સુરત, સોનગઢમાં વરસ્યો 4.5 ઈંચથી વધુ વરસાદ, વાલોડ, ધરમપુર, દ્વારકામાં 4થી સાડા 4 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના 41 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
હવામાન વિભાગે આપેલી મહિતી પ્રમાણે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તેમજ દસમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 7 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


