Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ
- Gujarat Rain: ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ.
- આમલી ડેમ તેની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે
- આમલી ડેમના ત્રણ દરવાજા ખોલતા માંડવીના ગોડધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે. તેમજ મોહન તથા વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમ પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે. તથા આમલી ડેમના ત્રણ દરવાજા ખોલતા માંડવીના ગોડધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો છે. ગોડધા ડેમ ઓવરફ્લો થતા સાતથી આઠ ગામોને એલર્ટ કરાયા છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે. તથા ભારે વરસાદને લઈ મોહન, વીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
Gujarat Rain | રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ
Surat ના ઉમરપાડામાં સાડા 7 ઇંચ વરસાદ
Sabarkantha ના ઇડરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો
Aravalli ના મેઘરજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો | Gujarat First#GujaratRain #SuratRain #SabarkanthaRain #AravalliRain #GujaratFirst pic.twitter.com/ozC1GBT9KA— Gujarat First (@GujaratFirst) August 29, 2025
ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે
ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી રહી છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં ત્રીજી સપ્ટેમ્બર સુધીમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 85 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકાનો સરેરાશ વરસાદ વરસ્યો છે.
Gujarat Rain: વેધર મેપ પ્રમાણે, 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું
દક્ષિણ દરિયાકાંઠાના ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર વિસ્તાર ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસી ગયો અને દક્ષિણ ઓડિશા-છત્તીસગઢ પર ઓછા દબાણવાળા વિસ્તારમાં નબળો પડી ગયો છે. તેમજ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં સ્થિત છે. સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. મોન્સૂન ટ્રફ હવે શ્રીગંગાનગર, શિવપુરી, દામોહ, છત્તીસગઢના મધ્ય ભાગો અને પડોશના વિસ્તાર, કલિંગપટ્ટનમ અને ત્યાંથી પૂર્વ દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડીમાં પસાર થાય છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તથા અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર


