Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે
gujarat rain  હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી
Advertisement
  • અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે
  • રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે
  • સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં અતિભારે વરસાદ છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તથા ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે રાજ્યમાં 6 કલાકમાં 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા બારડોલી અને વ્યારામાં 3-3 ઇંચ વરસાદ તેમજ સુબીર, પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ સાથે ગણદેવી, નવસારી, વંથલીમાં 2 ઇંચ વરસાદ અને વડાલી, સુરત શહેર, ઘોઘામાં 2 ઇંચ વરસાદ છે. તેમજ વાલોડ, વાંસદા, ચીખલીમાં 2 ઇંચ વરસાદ થતા 80 તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

Advertisement

Advertisement

વરસાદ માપક નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે

ભારતમાં વરસાદ માપવાનું કામ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવે છે. આ માટે, વરસાદ માપક નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધન એક નળાકાર પાત્ર છે જેમાં વરસાદનું પાણી એકઠું થાય છે. એકત્રિત પાણીના જથ્થાને વરસાદ ગણવામાં આવે છે. વરસાદનું પ્રમાણ મિલીમીટર (mm) માં માપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો એવું કહેવામાં આવે કે શહેરમાં 10 મીમી વરસાદ પડ્યો છે, તો તેનો અર્થ એ છે કે એક ચોરસ મીટરના વિસ્તારમાં 10 મીમીની ઊંચાઈ સુધી પાણી એકઠું થયું છે.

આ પણ વાંચો: Surat Rain: શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

Tags :
Advertisement

.

×