Gujarat Rain : 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
- 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર થશે અસર
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ
- ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain : ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર અસર થશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહીની સાથે અમદાવાદમાં પણ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
અમરેલી, ભાવનગર, નવસારીમાં ભારે વરસાદની આગાહી
અમરેલી, ભાવનગર, નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે વલસાડ, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તથા બે દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તથા ગુજરાતમાં 114 ટકા વરસાદ રહેવાનું રહેવાનું અનુમાન છે.
દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને ભારે પવનને લઈને ચેતવણી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) આગામી 2 જૂન સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને ભારે પવનને લઈને ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ ભારત, પશ્ચિમી તટ, પૂર્વ-ઉત્તર ભારત, પૂર્વ અને મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તેની અસર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં2 જૂન દરમિયાન વરસાદ, વીજળી અને 70 કિમી/ પ્રતિ કલાક સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 2 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં ચેતવણી પણ આપવામાં આવી છે.


