Gujarat Rain: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા છે વરસાદનું રેડ એલર્ટ
- Gujarat Rain: આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
- અમદાવાદ વરસાદની આજે કોઈ શક્યતા નહી
- આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં કચ્છ અને બનાસકાંઠામાં આજે રેડ એલર્ટ છે. તેમજ પાટણમાં પણ વરસાદને લઈ રેડ એલર્ટ અપાયુ છે. આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વરસાદની આજે કોઈ શક્યતા નથી. તથા આજે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ
બનાસકાંઠા, પાટણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ જિલ્લામાં સરેરાશ 12 ઇંચ વધુ વરસાદની આગાહી છે. દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ છે. તેમજ આવતીકાલે ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
Kheda : ખેડા તાલુકાના પથાપુર ગામમાં ઘૂસ્યા સાબરમતી નદીના પાણી
મોડી રાત્રે નદીમાં પાણીનો પ્રવાહ, પથાપુર ગામ થયું જળમગ્ન
જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ જોવા મળી પથાપુર ગામમાં
હાલમાં પથાપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીજ પાણી | Gujarat First#Gujarat #Kheda #Pathapur… pic.twitter.com/iOEojsBIvt— Gujarat First (@GujaratFirst) September 8, 2025
આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમજ રેડ એલર્ટ જિલ્લામાં 50 થી 60 ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. હાલમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય છે. ત્યારે આવતીકાલ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. તથા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયોના ખેડવાની સૂચના છે.


