Gujarat Rain: રાજ્યમાં મેઘને લઇ હવામાન વિભાગની આગાહી, જાણો ક્યા આવશે ધોધમાર વરસાદ
- 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.
અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે
હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમજ આ વિસ્તારોમાં 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના છે. અતિભારે વરસાદની સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં જૂન મહિનામાં મુશળધાર વરસાદ આવ્યો છે. જેથી રાજ્યના દરેક વિસ્તારોમાં વરસાદ થતાં જળાશયોમા નવા નીરની આવક વધી છે. ત્યારે રાજ્યમાં 32 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.19 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 38.75, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 56.72, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 46.52, કચ્છના 20 ડેમમાં 29.92, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.70 અને નર્મદા ડેમમાં 48.91 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી
ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી એક પણ ડેમ સંપૂર્ણ ભરાયો નથી. મધ્ય ગુજરાતના 17માંથી એક ડેમ, દક્ષિણ ગુજરાતમાં એક ડેમ, કચ્છમાં એક ડેમ, સૌરાષ્ટ્રમાં 10 ડેમ સંપૂર્ણ પણે ભરાઈ ગયા છે. રાજ્યમાં હાલમાં હાઈ એલર્ટ પર 19 જળાશયો છે. એલર્ટ પર 13 જળાશયો છે. જ્યારે 14 જળાશયોને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. 160 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 1 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


