Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી

27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની આગાહી Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27 જુલાઈથી...
gujarat rain  હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી
Advertisement
  • 27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે
  • આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
  • ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની આગાહી

Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાત સહિત વડોદરા, ભરૂચ, સુરત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં 27 જુલાઈથી ઓગસ્ટ સુધીમાં નદી, નહેર અને ડેમમાં પાણી તરબોળ થશે.

Advertisement

ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની આગાહી

ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની આગાહી છે. જેમાં તારીખ 26 થી 29 જુલાઇમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તથા અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાની સાથે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વિવિધ વિસ્તારમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો વધારો થશે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે તથા તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.

Advertisement

આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી

આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર ખેડા, આણંદ, પંચમહાલમાં તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરસાદનો વરતારો છે. તેમજ નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ આવવાની આગાહી છે. તથા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિત બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: Gujarat High Court ના આદેશ બાદ Ahmedabad પોલીસની કડક કાર્યવાહી

Tags :
Advertisement

.

×