Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી

વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી...
gujarat rain  હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
  • વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે
  • 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે
  • દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે. તેમજ 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે.

દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ વડોદરા, ખંભાત, બોડેલી, મહિસાગર, પંચમહાલ, તાપી નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તથા ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાના પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમજ દસાડા, માંડલ, વિરમગામમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા સાણંદ, ધોળકા, લખ્તર, લિંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનમાં ભારે વરસાદ આવી શકે છે. જેમાં વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહેશે.

Advertisement

મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે

વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા ઉત્તર ગુજરાત પણ મેઘમહેરથી બાકાત નહીં રહે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં સારો વરસાદ જોવા મળશે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે અને જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થશે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Weather Alert: સુરતવાસીઓ ચેતજો, ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી

Tags :
Advertisement

.

×