Gujarat Rain: ભારે વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદ થઈ શકે
- Gujarat Rain: સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે
- ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી સામે આવી છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં વરસાદ (Gujarat Rain) રાજ્યભરમાં પડશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ રાજ્યમાં આવી શકે છે. બંગાળના ઉપસાગરમાંથી સીસ્ટમ ગુજરાત આવશે.
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદ થઈ શકે
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદ થઈ શકે છે. તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. તેમજ સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડશે. તથા કચ્છમાં ભારે વરસાથી કેટલાક ભાગોમાં જળબંબાકાર થશે. તથા 17 ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ માટે સારો છે. અંબાલાલ પટેલ (Ambalal Patel) રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તો રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
Gujarat Rain: સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે
સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે. 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનશે. આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના પરિણામે (Gujarat Rain) રાજ્યમાં વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 14-15 ઓગસ્ટથી વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. 17 થી 20 ઓગસ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. ગુજરાતના કોઈપણ ભાગમાં 8 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. આ નવી સિસ્ટમની અસર હેઠળ, 19 થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડશે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. 15 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ જણાવે છે કે, મહીસાગર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં અન્ય ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં દારૂબંધી છતાં liquor માફિયાઓ નવી-નવી રીત


