Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ

હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ  જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ
Advertisement
  • Gujarat Rain: નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ વરસાદ
  • બોડેલી અને હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
  • જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. બોડેલી અને હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ સાથે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ થયો છે. તથા સંખેડા, માલપુર, ખાનપુર, કપડવંજમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ 35 તાલુકામાં 1 ઇંચથી વધુથી વધુ વરસાદ વરસ્યો તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.

નવરાત્રિના શરૂઆતના દિવસોમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના

ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતુ. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.

Advertisement

Advertisement

Gujarat Rain: ફરી એક વાર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ

ચોમાસું હવે વિદાય તરફ આગળ વધી ચૂક્યું છે ત્યારે ફરી એક વાર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. નોંધનીય છે કે ગુજરાતમાં આવતીકાલથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. ત્યારે આગાહી પ્રમાણે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.

સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21થી 24 તારીખમાં, ચાર દિવસ અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં એક બાજુ નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ સહિતના ઘણા એવા વિસ્તારોમાં એક લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની સાત દિવસની આગાહી સામે આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ થન્ડર સ્ટોર્મની આગાહી છે. બીજી બાજુ સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: USA: ટ્રમ્પ વહીવટીતંત્રે નવા H-1B Visa નિયમો અંગે મૂંઝવણ દૂર કરી

Tags :
Advertisement

.

×