Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થઇ સૌથી વધુ મેઘમહેર
- વલસાડના કપરાડામાં સાડા 9 ઇંચ વરસાદ વરસ્યો છે
- પારડી, ગોધરા, વાપી, ગાંધીનગરમાં સાડા 3 ઇંચ વરસાદ
- ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં ડાંગ-આહવામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વલસાડના કપરાડામાં સાડા 9 ઇંચ વરસાદ વરસ્યો છે. વધઈ અને સુબીરમાં સાડા 7 ઇંચ વરસાદ તથા ધરમપુર અને વાંસદામાં સાડા 6 ઇંચ વરસાદ સાથે ખેરગામ, ડોલવણ, માણસામાં સાડા 4 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ સૂત્રાપાડા, પાટણ-વેરાવળ, દહેગામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Gujarat Heavy Rain: વરસાદ તબાહી મચાવશે, 3 કલાક અતિ ભારે ! । Gujarat First#Gujarat #Weather #Forecast #Cyclone #HeavyRain #Rainfall #AmbalalPatel #GujaratFirst pic.twitter.com/rPcrLece9j
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
પારડી, ગોધરા, વાપી, ગાંધીનગરમાં સાડા 3 ઇંચ વરસાદ
પારડી, ગોધરા, વાપી, ગાંધીનગરમાં સાડા 3 ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય તાલુકામાં અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ રાજ્યમાં છેલ્લા 4 કલાકમાં 90 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સુરતના ઓલપાડમાં ચાર કલાકમાં 3.5 ઈંચ વરસાદ તથા વલસાડના ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા ભરૂચના હાંસોટમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. તથા વાલિયા, ઉમરપાડા, ખેરગામમાં 2.5 ઈંચ વરસાદ સાથે પારડી, કામરેજ, સુબીરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ
ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના અસલ મિજાજમાં છે. પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. તથા જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. તેમજ અનેક કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં કોઝવે ઉપર પાણી ફરી વળતા 20 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે. તથા સાપુતારા વઘઇ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખળો ધસી પડવાના બનાવો પણ બન્યા છે.
આ પણ વાંચો: Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ પડયો


