Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસ્યો વરસાદ

બનાસકાંઠામાં 24 કલાકમાં બારે મેઘ ખાંઘાની સ્થિતિ થઇ ત્યારે વડગામમાં સૌથી વધુ મુશળધાર 9 ઈંચ વરસાદ ખાબક્યો
gujarat rain  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસ્યો વરસાદ
Advertisement
  • બનાસકાંઠામાં 24 કલાકમાં બારે મેઘ ખાંઘાની સ્થિતિ
  • વડગામમાં સૌથી વધુ મુશળધાર 9 ઈંચ વરસાદ ખાબક્યો
  • વિજાપુર અને પાલનપુરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠામાં 24 કલાકમાં બારે મેઘ ખાંઘાની સ્થિતિ થઇ છે. ત્યારે વડગામમાં સૌથી વધુ મુશળધાર 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. વિજાપુર અને પાલનપુરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો તથા દાંતીવાડા, વલોડ, ઉમરપાડામાં પણ 6 ઈંચ વરસાદ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

Advertisement

મહુવા, વડાલી, સુબિરમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ

મહુવા, વડાલી, સુબિરમાં ખાબક્યો 4 ઈંચ વરસાદ તથા વ્યારા, ડોલવણ, હિંમતનગર, કઠલાલ, કપડવંજમાં 3 ઈંચ વરસાદ સાથે બારડોલી, મહુધા, કલોલમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સોનગઢ, નિઝર, સાગબારા, પલસાણા, સાવલી, ઠાસરામાં 2 ઈંચ તથા તલોદ, પ્રાંતિજ, બોરસદ, ઉચ્છલ, આણંદ, કડીમાં પણ 2 ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં રાજ્યના 35થી વધુ તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં 16 જેટલા જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. અનેક જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ 11 જેટલા જળાશયો 80 ટકાથી વધુ ભરાઈ ગયા છે. 14 જળાશયો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે.

Advertisement

અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પ્રભાવિત પણ થયા

છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુર તાલુકામાં 160 મીમી (6.3 ઈંચ) અને ત્રીજા ક્રમે પાલનપુરમાં 156 મીમી (6.1 ઈંચ) વરસાદ થયો છે. તાપીનું વલોડ (143 મીમી) બનાસકાંઠાનું દાંતીવાડા (153 મીમી), , સુરતનું ઉમરપાડા (135 મીમી), અને સાબરકાંઠાનું ખેડબ્રહ્મા (128 મીમી) વરસાદ નોંધયો છે. અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પ્રભાવિત પણ થયા છે.

આ પણ વાંચો: Gujarat Rain: વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

Tags :
Advertisement

.

×