Gujarat Rain: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ
- ખેડાના નડિયાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
- નડિયાદમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે
- અમદાવાદના દસ્ક્રોઈમાં પણ 24 કલાકમાં 10 ઈંચ વરસાદ
Gujarat Rain: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં શ્રીકાર વર્ષા થઇ છે. જેમાં ખેડાના નડિયાદમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તેમાં નડિયાદમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા અમદાવાદના દસ્ક્રોઈમાં પણ 24 કલાકમાં 10 ઈંચ, મહેમદાવાદમાં 9 ઈંચ અને માતરમાં 8 ઈંચ વરસાદ છે. તથા મહુધામાં 7 ઈંચ, કઠલાલ અને ઉમરેઠમાં 6 ઈંચ, સાણંદ, ખેડા અને બાવળામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ તથથા ધોળકા, ગળતેશ્વર, વઘઈ, સુબિરમાં 4 ઈંચ વરસાદ અને બોરસદ, ભીલોડા, આણંદ, પાટણમાં 3 ઈંચ વરસાદ છે.
ખેડામાં 24 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ વરસ્યો
ભાભર, બોડેલી, જાંબુઘોડા, ઠાસરા, ડેસરમાં 3 ઈંચ સાથે વાંસદા, કપડવંજ, કાંકરેજ, ગોધરા, ડાંગ, સોજિત્રામાં પણ 3 ઈંચ છે. તેમજ પાવી જેતપુર, અમદાવાદ શહેર, સિદ્ધપુરમાં 2 ઈંચ સાથે 28 તાલુકામાં 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 68 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ખેડામાં 24 કલાકમાં ધોધમાર 9 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં નડિયાદ અને મહેમદાવાદમાં 9 ઈંચ વરસાદ છે. વસો અને મહુધામાં 6 ઈંચ, કઠલાલમાં 5 ઈંચ વરસાદ તથા ખેડા તાલુકામાં પણ 5 ઈંચ વરસાદ વરસ્યો છે.
તમામ શાળા-કોલેજ બંધ રાખવા કલેક્ટરની સૂચના
ધોધમાર વરસાદના કારણે કલેક્ટરનો આદેશ છે. તમામ શાળા-કોલેજ બંધ રાખવા કલેક્ટરની સૂચના છે. ભારે વરસાદની આગાહીના કારણે આદેશ આપવામાં આવ્યો છે. નડિયાદમાં વરસાદના કારણે 4 ગરનાળા બંધ થયા છે. ખેડામાં વરસાદના કારણે કેટલાક રસ્તા બંધ થયા છે. મહુધાના 6, ખેડાના 5 રસ્તા બંધ કરાયા છે. તથા મહેમદાવાદના 3, ઠાસરાના 2 રસ્તા બંધ તેમજ કપડવંજ, કઠલાલ અને ગળતેશ્વરનો 1 રસ્તો બંધ છે.
આ પણ વાંચો: Operation Sindoor પર 16 કલાકની મેરેથોન ચર્ચા, લોકસભામાં આજે રાજનાથ સિંહ શરૂ કરશે


