Gujarat Rain: રાજ્યમાં આગામી 5 દિવસ મેઘની આગાહી, જાણો ક્યા થશે ધોધમાર વરસાદ
- કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી
- લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
- હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું
Gujarat Rain: ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભાવનગર, આણંદ, ભરૂચ, નવસારી, દમણમાં વરસાદનું યલો એલર્ટ છે. તથા લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે.
હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી કેટલાક કલાકો માટે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું પણ અનુમાન છે. તેમજ કચ્છ, દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પંચમહાલના જાંબુઘોડા, ઘોઘંબા, યાત્રાધામ પાવાગઢ ગોધરા અને ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ રહ્યો છે. ગોધરા પંથકમાં પણ મેઘરાજાનું હળવા ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું હતું, આ સાથે જાંબુઘોડા પંથકમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી જેમ વહેતા થયા હતા.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 29 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


