Gujarat Rain: રાજ્યમાં 22 કલાકમાં 105 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ
- બનાસકાંઠામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ
- રાત્રે 2થી 4માં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો
- પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી-પાણી
Gujarat Rain: રાજ્યમાં 22 કલાકમાં 105 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ રાત્રે વરસ્યો છે. રાત્રે 2થી 4માં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી-પાણી છે. દાંતીવાડામાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના ઉમરાળામાં 22 કલાકમાં 3 ઇંચ વરસાદ સાથે ભાવનગરના પાલિતાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગીર સોમનાથના ઉનામાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના ઉનામાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધાંગધ્રા, ગઢડા, બાબરામાં 2-2 ઇંચ વરસાદ, વલ્લભીપુર, કપરાડામાં પણ 2 ઇંચ વરસાદ સાથે 22 કલાકમાં અન્ય તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1.97 ઇંચ, ભાવનગરના પાલીતાણામાં 1.85 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.22 ઇંચ, બોટાદના બરવાળા અને નર્મદાના દેડીયાપાડા, નર્મદાના સાગબારામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 79 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે 48 કલાક બાદ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી
હવામાન વિભાગે 48 કલાક બાદ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે 24 કલાકમાં 101 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના તલોદમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 9 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 91 તાલુકમાં એક ઈંચથી ઓછો વરસાદ થયો હતો. બે દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જ્યારે બે દિવસ પછી વરસાદનો બીજો રાઉન્ટ શરૂ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાજ્યના નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 13 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


