Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

Gujarat Rain: વલસાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો 10 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ શક્તિ વાવાઝોડાની અસરથી વરસાદ Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાથે વલસાડમાં દોઢ ઇંચ...
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં મેઘમહેર  જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ
Advertisement
  • Gujarat Rain: વલસાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો
  • 10 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
  • શક્તિ વાવાઝોડાની અસરથી વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાથે વલસાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ 10 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે. જેમાં શક્તિ વાવાઝોડાની અસરથી વરસાદ આવ્યો છે. ત્યારે હવે શક્તિ વાવાઝોડું વધુ નબળું બન્યુ છે.

આગામી 6 કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા

શક્તિ વાવાઝોડું છેલ્લા 06 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ આગળ વધ્યુ છે. તથા ઓમાનના મસિરાહ થી લગભગ 230 કિમી દક્ષિણપૂર્વમાં આગળ વધ્યું છે.

Advertisement

Gujarat Rain: દ્વારકા થી પશ્ચિમ-દક્ષિણ દિશામાં 980 કિમી દૂર આગળ વધ્યું

દ્વારકા થી પશ્ચિમ-દક્ષિણ દિશામાં 980 કિમી દૂર આગળ વધ્યું તથા નલિયાથી 1000 કિમી દૂર પશ્ચિમ-દક્ષિણ દિશા તરફ આગળ વધ્યું છે. તથા આગામી 6 કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.

Advertisement

રાજ્યમાં પંચાયત હસ્તકના 51 સહિત કુલ 57 રોડ રસ્તા બંધ

દરિયાકાંઠે 40 થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હાલ રાજ્યમાં દરિયાકાંઠે ડીડબલ્યુ-2 સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સરેરાશ 117.43 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 147.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.04 ટકા, પૂર્વ મધ્યમાં 116.11 ટકા, સૌરાષ્ટ્રમાં 108.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.50 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 155 ડેમ હાઈ એલર્ટ પર છે. 128 ડેમ સો ટકા ભરાયેલા છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 51 સહિત કુલ 57 રોડ રસ્તા બંધ છે.

આ પણ વાંચો: Junagadh: સાસણની જંગલ સફારીનો પ્રારંભ, અદભુત નજારો જોવા મળશે

Tags :
Advertisement

.

×