Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં માવઠુ, જાણો પડ્યો ધોધમાર વરસાદ

Gujarat Rain: ડીસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં વરસાદ સૂત્રાપાડા, પાટણ વેરાવળમાં 2 ઇંચ વરસાદ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં માવઠુ પડ્યું છે. જેમાં ડીસામાં 2 કલાકમાં 2 ઇંચ...
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં માવઠુ  જાણો પડ્યો ધોધમાર વરસાદ
Advertisement
  • Gujarat Rain: ડીસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
  • વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં વરસાદ
  • સૂત્રાપાડા, પાટણ વેરાવળમાં 2 ઇંચ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 136 તાલુકામાં માવઠુ પડ્યું છે. જેમાં ડીસામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં વરસાદ આવતા લોકોને હાલાકી પડી છે. તેમજ સૂત્રાપાડા, પાટણ વેરાવળમાં 2 ઇંચ વરસાદ, તાલાલા, બાવળા, રાધનપુરમાં 2 ઇંચ વરસાદ છે. તેમજ 14 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 40 તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ છે. અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ

એક તરફ પ્રચંડ વાવાઝોડુ (સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ) ‘મોનથા’ આંધ્રપ્રદેશના કાકીનાડા કાંઠા નજીક પ્રતિ કલાકની 110 કિ.મી.ની વિનાશક ઝડપ સાથે ધસી આવ્યું છે. બીજી બાજું ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસાવીને ખેડૂતોની માઠી દશા સર્જનાર પૂર્વે-મધ્ય અરબી સમુદ્રમાં રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે. આ ડિપ્રેશન સાથે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાત થઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી. ઉંચાઈએ ભારે વરસાદ લાવે તેવું ટ્રફ સર્જાયો છે.

Advertisement

Advertisement

Gujarat Rain: 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આજે બુધવારે અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, સોમનાથ, બોટાદ જિલ્લા તેમજ દીવ-દમણમાં ભારે વરસાદની અને રાજ્યના અન્ય જિલ્લામાં 30-40 કિ.મી ઝડપે પવન સાથે તોફાની વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ડિપ્રેશન લાવનાર અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકતું વાવાઝોડું કે જેનું નામકરણ મોનથા થયું છે તેના વચ્ચે બહુ ફરક નથી. ડિપ્રેશન એ લૉ પ્રેશરમાંથી જન્મતી વરસાદી સિસ્ટમ છે જેમાં ગોળગોળ ઘુમતા પવનની ચક્રાકાર ગતિ 63 કિ.મી.થી ઓછી હોય છે અને ગતિ વધે તો તેને વાવાઝોડા (સાયક્લોનિક સ્ટોર્મ)નું નામ અપાય છે. આ વાવાઝોડુ 118 કિ.મી.થી વધુ ચક્રાકાર ગતિએ પહોંચે તો તે સુપર સાયક્લોન બને છે.

આ પણ વાંચો: Girnar Parikrama 2025: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા, જાણો ક્યારે થશે શરૂ

Tags :
Advertisement

.

×