Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ  આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘની આગાહી
Advertisement
  • નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો
  • વધઈ, કરજણમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો
  • વાંસદા, કુકરમુંડામાંમાં 4 ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નર્મદાના સાગબારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડા અને ડોલવણમાં 6-6 ઇંચ વરસાદ તથા વધઈ, કરજણમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા, કુકરમુંડામાંમાં 4 ઇંચથી વધુ વરસાદ સાથે રાજ્યમાં 2 કલાકમાં 53 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ ખાબક્યો છે.

Advertisement

બારડોલીમાં 2 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદ

બારડોલીમાં 2 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદ, મહુવામાં 3 અને કામરેજમાં 2 ઇંચ વરસાદ, ડોલવણમાં 2 ઇંચ વાલોડમાં દોઢ ઇંચ વરસાદ, પારડી, ચીખલી, ખેરગામમાં 1-1 ઇંચ વરસાદ તથા સુરત શહેર, વીજાપુર, વાંસદામાં 1-1 ઇંચ વરસાદ સાથે અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ પડ્યો છે. ત્યારે ડેડિયાપાડા, લુણાવાડા, ખેરગામમાં 4 ઇંચ વરસાદ તથા વ્યારા, વલસાડ, વાલોડમાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. કાલોલ, ચીખલી, ઘોઘંબામાં 3 ઇંચ વરસાદ પડયો છે. 36 તાલુકામાં 2 થી અઢી ઇંચ વરસાદ વરસ્યો તથા
અન્ય તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

Advertisement

આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગામી 1 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી છે જેમાં બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે.

બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ

કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દિવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જૂનાગઢ, નર્મદા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ છે. તથા બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારીએ વ્યક્તિનો જીવ લીધો

Tags :
Advertisement

.

×