Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

Gujarat Rain: સુરતના ઉમરપાડામાં સાડા 7 ઇંચ વરસાદ આવ્યો
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ  જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર
Advertisement
  • Gujarat Rain: સુરતના ઉમરપાડામાં સાડા 7 ઇંચ વરસાદ
  • અરવલ્લીના મેઘરજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
  • સાબરકાંઠાના ઇડરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સાડા 7 ઇંચ વરસાદ આવ્યો છે. તેમાં સાબરકાંઠાના ઇડરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ અરવલ્લીના મેઘરજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરના દહેગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં સાડા 3 ઇંચ વરસાદ થયો છે. દેવગઢબારિયા, વ્યારા, જેતપુર પાવીમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે.

Advertisement

20 તાલુકામાં 2 થી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે

Gujarat Rain: 20 તાલુકામાં 2 થી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 30 તાલુકામાં 1 થી પોણા બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં રાજ્યના 138 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Advertisement

Heavy Rain Gujarat First-14-08-2025-

91 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે

Gujarat Rain: સાબરકાંઠાના ઈડરમાં 5.59 ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 3.82 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં 3.66 ઇંચ, છોટા ઉદેપુરના કવાંટમાં 3.15 ઇંચ, દાહોદના દેવગઢબારિયામાં 2.99 ઇંચ, તાપીના વ્યારામાં 2.95 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં 2.91 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 2.68 ઇંચ, અરવલ્લી ધનસુરામાં 2.48 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.24 ઇંચ, સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા, તલોદમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના દેડિયાપાડા, તાપીના ઉચ્છલ, પંચમહાલના શહેરા, ડાંગના સુબિર-આહવા, સાબરકાંઠાના વિજયનગર, સુરતના માંડવી, તાપીના ડોલવણ, ખેડાના વસો સહિતના 41 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 91 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 29 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×