Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, જાણો ક્યા થશે મેઘમહેર
- આણંદના બોરસદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- કચ્છના ગાંધીધામ-માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ
- ભચાઉ, શિહોરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં આણંદના બોરસદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા ગોધરામાં પોણા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ કચ્છના ગાંધીધામ-માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે. તથા ભચાઉ, શિહોરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા 33 તાલુકામાં 1 ઇંચ વધુ વરસાદ ખાબક્યો છે તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.
આજે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે
આજે પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, , દાહોદ, મહીસાગર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી
9 જુલાઈએ રાજ્યના બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્મય વરસાદ પડવાની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી
10 જુલાઈએ ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તથા વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
આ પણ વાંચો: Bageshwar Dham: છતરપુરમાં ધાબાની છત પડી, મહિલાનું મોત તથા 10 લોકો ઘાયલ થયા


