Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
- Gujarat Rain: નર્મદાના નાંદોદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ
- માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 158 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં નર્મદાના નાંદોદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા સુરતના ઉમરપાડામાં પોણા 4 ઇંચ વરસાદ સાથે ઝઘડિયા, બાલાસિનોરમાં 3 ઇંચ સુધીનો વરસાદ છે. ત્યારે 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તથા અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ આવ્યો છે.
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ છે. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. ત્યારે આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ જામ્યો છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. તથા ઉપરવાસમાંથી 4,10,483 ક્યુસેક પાણીની આવક થઇ છે.
Narmada : Sardar Sarovar Damની સપાટીમાં વધારો
ઉપરવાસમાંથી 4,10,483 ક્યૂસેક પાણીની આવક
હાલ નર્મદા ડેમની સપાટી 135.47 મીટરે પહોંચી
ડેમમાં છેલ્લા 24 કલાકમાં 10 સે.મી.નો વધારો | Gujarat First#SardarSarovarDam #NarmadaRiver #GujaratNews #FloodAlert #GujaratFirst pic.twitter.com/enoru8t42O— Gujarat First (@GujaratFirst) September 4, 2025
હાલ નર્મદા ડેમની સપાટી 135.47 મીટર પર પહોંચી
હાલ નર્મદા ડેમની સપાટી 135.47 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં 10 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 15 ગેટ 2.4 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 15 ગેટમાંથી નર્મદા નદીમાં 3,18,797 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
WEATHER UPDATE : વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે । Gujarat First#WeatherUpdate #RainAlert #GujaratRains #Monsoon2025 #RainySeason #GujaratFirst pic.twitter.com/zuvhjQe9nq
— Gujarat First (@GujaratFirst) September 4, 2025
Gujarat Rain: નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ પર છે.
નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ પર છે. તેમજ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તથા નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું હતું. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.


