Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં મેઘમહેર, જાણો કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ
- દ્વારકામાં 6 અને પોરબંદરમાં 4 ઇંચ વરસાદ
- જુનાગઢના માંગરોળમાં 4 ઇંચ વરસાદ વરસ્યો
- ગીરસોમનાથના સૂત્રાપાડામાં સાડા 3 ઇંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા દ્વારકામાં 6 અને પોરબંદરમાં 4 ઇંચ વરસાદ સાથે જુનાગઢના માંગરોળમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા ગીરસોમનાથના સૂત્રાપાડામાં સાડા 3 ઇંચ વરસાદ તથા અમરેલીના જાફરાબાદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ ઉમરગામ અને ઉનામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, પાટણ-વેરાવળમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે. તેમજ કચ્છના માંડવી, રાજુલામાં 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે
ગુજરાતમાં અત્યારે ફરીથી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે ત્યારે રાજ્યમાં મોટભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત પર મેઘો મહેરબાન થયો થયો છે. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે. વરસાદના આંકડા પ્રમાણે 19 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી લઈને 20 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના ગુજરાતમાં 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ નોંધાયો હતો.
Valsad ના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો
વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઇ
મધુબન ડેમની સપાટી 76.05 મીટરએ પહોંચી
દમણ ગંગાનદીમાં તબક્કા વાર પાણી છોડાયું | Gujarat First#Gujarat #ValsadRain #HeavyRain #MadhubanDam #GujaratFirst pic.twitter.com/TTTlo2xD2H— Gujarat First (@GujaratFirst) August 20, 2025
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.75 ઈંચ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકા શહેરમાં 6.0 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોરબંદરમાં 3.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૂત્રાપાડામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.
આ પણ વાંચો: Online સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી, આજે સંસદમાં કેન્દ્ર સરકાર રજૂ કરશે નવું બિલ


