Gujart Rain: 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ
- મહેસાણાના કડીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો
- વિરમગામમાં 3 ઈંચ, ખેરગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો
- ઉમરપાડા, કલોલ, દેત્રોજમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો
Gujart Rain: 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણાના કડીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ વિરમગામમાં 3 ઈંચ, ખેરગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તથા ઉમરપાડા, કલોલ, દેત્રોજમાં પણ 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા વાંસદા, સાવલી. ડેડિયાપાડા અને વઘઈમાં પણ 2 ઈંચ સાથે સાગબારા, વ્યારા, વાપી, સંતરામપુર, નિઝરમાં 1 ઈંચ વરસાદ આવ્યો છે. બાવળા, સોનગઢ, માંગરોળ, પલસાણા, ડોલવણમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમાગમમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું
આજે એટલે કે 30 જૂનના રોજ રાજ્યના ભાવનગર, અમરેલી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય, બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ


