Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ
- અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ
- 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
- ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: સમગ્ર રાજ્યના 204 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં સાડા 6 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ તાપીના વ્યારામાં 6 ઇંચ વરસાદ વરસ્યો તથા ડોલવણમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા પલસાણા, કપરાડામાં 5-5 ઇંચ વરસાદ સાથે સોનગઢ, સુરત શહેર, ધમરપુરમાં સવા 4 ઇંચ વરસાદ થયો છે. તેમજ 16 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Aravalli ના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત । Gujarat First
અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત
ભિલોડામાં ખાબક્યો છે 6 ઇંચ કરતા વધુ વરસાદ
ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે કુદરતી ધોધ
સુનસર ધોધ ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર મનાય છે
ધોધનો આનંદ લેવા દૂર દૂરથી આવે છે સહેલાણીઓ… pic.twitter.com/zvOyyA4kf8— Gujarat First (@GujaratFirst) July 6, 2025
12 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ
12 તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો અને 25 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ છે. તેમજ અન્ય તાલુતામાં અડધાથી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો છે. ભિલોડા 5.75, કપરાડા 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુર 4.45 દ્વારકા 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. ડોલવણ 4.13 ડેડીયાપાડા 3.98 ઈંચ વરસાદ વરસી રહ્યો છે. વ્યારા 3.98, ડાંગ-આહવા 3.9 ઈંચ વરસાદ નોંધાયો હતો. વઘઈ 3.9 જેતપુર પાવી 3.9 ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુર 3.82 વાસંદા 3.78 ઈંચ સાથે ખેરગામ 3.7 સુરત શહેર 3.58 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપી 3.5 સોનગઢ 3.46 ઈંચ સાથે ચીખલી 3.43 ઉપરપાડા 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદથી જિલ્લાની મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની
ઉલ્લેખનીય છે કે પલસાણા 3.03 વાલોડ 2.99 ઈંચ વરસાદ તથા હાંસોટ 2.87 બારડોલી 2.83 ઈંચ વરસાદ અને ધંધુકા 1.77 આંકલાવ 1.77 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઇ છે. મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, ઝાખરી નદીઓ બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત પણ જિલ્લાની મોટા ભાગની નદીઓ ગાંડીતુર બની છે.
આ પણ વાંચો: Elon musk New Political Party: એલોન મસ્કે નવા રાજકીય પક્ષની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ટક્કર આપશે


