Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ

Gujarat Rain: ડાંગના આહવામાં સાડા 4 ઇંચ વરસાદ મહુવા, પલસાણામાં 3 ઇંચથી વધુ વરસાદ સુબીર, ધરમપુર, કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ આવ્યો છે. ડાંગના આહવામાં સાડા 4 ઇંચ વરસાદ તથા મહુવા,...
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ  જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ
Advertisement
  • Gujarat Rain: ડાંગના આહવામાં સાડા 4 ઇંચ વરસાદ
  • મહુવા, પલસાણામાં 3 ઇંચથી વધુ વરસાદ
  • સુબીર, ધરમપુર, કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ આવ્યો છે. ડાંગના આહવામાં સાડા 4 ઇંચ વરસાદ તથા મહુવા, પલસાણામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે. તેમજ સુબીર, ધરમપુર, કપરાડામાં 2 ઇંચથી વધુ વરસાદ તથા ઉમરપાડા, ખેરગામમાં 2-2 ઇંચ વરસાદ સાથે 10 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.

નવરાત્રિ બરાબર જામશે ત્યારે વરસાદ વિઘ્ન બની શકે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળે છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં હળવો વરસાદ આવી શકે છે. તેમજ દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. પવનોની દિશા બદલાતા અને મહારાષ્ટ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

Gujarat Rain Gujarat First-23-08-2025-

Advertisement

Gujarat Rain: 25 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે

25 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જ્યારે નવરાત્રિ બરાબર જામશે ત્યારે વરસાદ વિઘ્ન બની શકે છે.

Gujarat Rain Gujarat First-23-08-2025---

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદ પડશે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખેલૈયાઓની સાથે સાથે આયોજકોને પણ ચિંતામાં મુકે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદ પડશે. જેનો મતલબએ થયો છે કે દશેરા સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં તો ચાર ઈંચ જેટલો વરસાદ પડે તેવી પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ તથા દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: Amit Shah Gujarat visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Tags :
Advertisement

.

×