Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘ

Gujarat Rain: ગીરસોમનાથના સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તથા પાટણ-વેરાવળમાં 6 ઇંચ વરસાદથી પાણી-પાણી
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ  જાણો કયા કેટલો ખાબક્યો મેઘ
Advertisement
  • Gujarat Rain: ગીરસોમનાથના સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ
  • પાટણ-વેરાવળમાં 6 ઇંચ વરસાદથી પાણી-પાણી
  • કોડીનાર અને ગીરગઢડામાં સાડા 4 ઇંચ વરસાદ

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં ગીરસોમનાથના સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. તથા પાટણ-વેરાવળમાં 6 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. તેમજ કોડીનાર અને ગીરગઢડામાં સાડા 4 ઇંચ વરસાદ તથા વલસાડના ઉમરગામમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા બનાસકાંઠાના ડીસામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. 22 તાલુકામાં 1 થી અઢી ઇંચ સુધીનો વરસાદ થયો છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.

આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન

2 કલાકમાં 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. તેમજ સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના માંગરોળમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. માળિયા હાટીનામાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 અને 21 ઓગસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતા અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.

Advertisement

Gujarat Rain: 24 ઓગસ્ટથી ફરી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ છતીસગઢ પર બનશે, જે ગુજરાત પર આવશે. જેની અસરથી 21 તારીખ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન છે. અન્ય એક બીજી સિસ્ટમ પણ એક્ટિવ થનાર છે, જેના પગલે 24 ઓગસ્ટથી ફરી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેના પગલે 28 ઓગસ્ટ સુધી વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારના 2 કલાકમાં સાડા પાંચ ઈંચ તો છેલ્લા 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પ્રશ્નાવડા ગામે લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.

Advertisement

ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ

સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં પાંચ, પાટણ-વેરાવળમાં છ, કોડીનારમાં 5 તો તાલાલા અને ઉનામાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે. સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે કોળીવાડા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયુ હતું. આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. અચાનક જ વરસાદી પાણી આવી જતા નિચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Mumbai Rain: ભારે વરસાદથી મુંબઈની ગતિ અટકી ગઈ, ઘણી જગ્યાએ કમર સુધી પાણી શાળાઓ અને કોલેજો બંધ

Tags :
Advertisement

.

×