ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં મેઘમહેર, અમદાવાદમાં જાણો શું કરાઇ વરસાદની આગાહી

તાપીના ડોલવણમાં 24 કલાકમાં 2.5 ઈંચ વરસાદ સાથે ડાંગના સુબીર તાલુકામાં 2 ઈંચ ખાબક્યો
11:39 AM Jul 02, 2025 IST | SANJAY
તાપીના ડોલવણમાં 24 કલાકમાં 2.5 ઈંચ વરસાદ સાથે ડાંગના સુબીર તાલુકામાં 2 ઈંચ ખાબક્યો
Weather Update in Gujarat Video

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના ડોલવણમાં 24 કલાકમાં 2.5 ઈંચ વરસાદ સાથે ડાંગના સુબીર તાલુકામાં 2 ઈંચ ખાબક્યો છે. તેમજ વલસાડના ઉમરગામ અને ધરમપુરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. તથા વાપી, ખેરગામ, કુકરમુંડા, પારડીમાં એક ઈંચ વરસાદ થયો છે. જેમાં બાકીના અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં 2 કલાકમાં 31 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો તાપીના ડોલવણમાં અઢી ઇચ વરસાદ પડ્યો છે. જેમાં વાલોડમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે. તથા સુરતના મહુવમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ સુબીર, મોડાસા, નવસારીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તથા અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.

જુલાઈ મહિનામાં અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન

ગુજરાતમાં ચોમાસું પુરજોશમાં જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનાતાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો છે. સૌથી વધારે વલસાડના કપરાડામાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં તાપીના ડોલવણમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિરમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ, વલસાડના ધરમપુરમાં સવા ઈંચ, વાપીમાં એક ઈંચ, ખેરગામ, કુકરમુંડામાં એક ઈંચ, ઉપરાંત પારડી અને વિજયનગરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.

24 કલાકમાં 77 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

24 કલાકમાં 77 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં જુલાઈ મહિનામાં સરેરાશ 12 ઈંચ કરતા વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશન, ટ્રફની સિસ્ટમ અને લોપ્રેશર સક્રિય થવાની ભારે વરસાદની શક્યતા છે. સમગ્ર જુલાઈ મહિનામાં અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

આ પણ વાંચો: PM Modi Longest Foreign Trip: 8 દિવસ, 5 દેશો અને સૌથી લાંબો રાજદ્વારી પ્રવાસ... PM Modi ની મુલાકાતનો જણો શું છે એજન્ડા

Tags :
AhmedabadGujarat Firstgujarat rainGujarati NewsGujarati Top NewsMonsoon Gujarat NewsRainForecastTop Gujarati News
Next Article