Gujarat Rain: વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ
- બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો
- સાબરકાંઠાના ત્રણ તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો
- પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો
Gujarat Rain: વહેલી સવારથી ઉત્તરના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાબરકાંઠાના ત્રણ તાલુકામાં 2 ઈંચ વરસાદ સાથે હિંમતનગર, ખેડબ્રહ્મા, તલોદમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વડગામમાં પણ 2 ઈંચ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક વ્યાપી ગઇ છે. સાગબારા, પ્રાંતિજ, સાવલી, કલોલમાં 1 ઈંચ વરસાદ છે. તેમજ રાજ્યના અન્ય 45થી વધુ તાલુકામાં પણ વરસાદ આવ્યો છે.
Gujarat Heavy Rain : Banaskantha જિલ્લામાં બારે મેઘ ખાંગા । Gujarat First
પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ
પાલનપુરમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા
ઘરવખરી અને સામાન પલળી જતા પારાવાર નુકસાન
ઘરમાં પાણી ઘુસતા વૃદ્ધો અને બાળકો… pic.twitter.com/dXUDFhX6IQ— Gujarat First (@GujaratFirst) July 3, 2025
બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા
બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. જેમાં પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ થયો છે. પાલનપુરમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. ત્યારે મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. તથા ઘરવખરી અને સામાન પલળી જતા પારાવાર નુકસાન થયુ છે. ઘરમાં પાણી ઘુસતા વૃદ્ધો અને બાળકો પરેશાન થયા છે. જેમાં અવિરત વરસાદના કારણે જનજીવન ઠપ્પ થયુ છે. મહેસાણાના વિજાપુરમાં રાત્રે 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં વિજાપુરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વિજાપુરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. જેમાં વિજાપુર તાલુકામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે.
પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો
પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તથા પાલનપુરના બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં વરસાદ છે. ગઈકાલે વરસેલા વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે થઇ છે. તથા ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: Gujarat Rain: હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા છે મેઘ એલર્ટ


