Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

પોરબંદરના રાણાવાવમાં 2 ઇંચ વરસાદ તથા વાવમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો
gujarat rain  રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર  જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ
Advertisement
  • રાજકોટના જામકંડોરણામાં 6 ઇંચ વરસાદ
  • ઇડરમાં સાડા 5 અને ધાનેરામાં 5 ઇંચ વરસાદ
  • ધોરાજી, જોડિયામાં 4-4 ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 199 તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં રાજકોટના જામકંડોરણામાં 6 ઇંચ વરસાદ થયો છે. તેમાં ઇડરમાં સાડા 5 અને ધાનેરામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. ધોરાજી, જોડિયામાં 4-4 ઇંચથી વધુ વરસાદ સાથે 8 તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 13 તાલુકમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં 55થી વધુ તાલુકામાં 2થી અઢી ઇંચ વરસાદ થયો છે. અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યમાં 2 કલાકમાં 46 તાલુકામાં વરસાદ આવ્યો

રાજ્યમાં 2 કલાકમાં 46 તાલુકામાં વરસાદ આવ્યો છે. જેમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીનો વરસાદ જોઇએ તો પોરબંદરના રાણાવાવમાં 2 ઇંચ વરસાદ તથા વાવમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. થરાદમાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ સાથે સુઈગામમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ તથા પોરબંદર, વાપી, ધરમપુરમાં અડધો ઇંચ વરસાદ છે. જેમાં અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે.

Advertisement

બોટાદના રાણપુર પંથકમાં વરસાદી માહોલ

બોટાદના રાણપુર પંથકમાં વરસાદી માહોલ છે. જેમાં અણીયાળી, કસ્બાતી, દેવળિયામાં ભારે વરસાદ છે. તેમજ નાગનેશ, કનારા, બોડિયા, માલણપુર તથા અણીયાળી, કસ્બાતી ગામે પવન સાથે વરસાદ છે. જેમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેમાં ભારે વરસાદ બાદ ગામના નદી-નાળા છલકાયા છે.

Advertisement

કચ્છના ભુજમાં જોરદાર વરસાદ આવ્યો

કચ્છના ભુજમાં જોરદાર વરસાદ આવ્યો છે. જેમાં ભુજમાં વરસાદ બાદ પાણી ભરાયા છે. બસ સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ લોકોની મદદે આવી છે. જેમાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. કન્ડક્ટર, પ્રવાસીઓ તેમજ વાહનોને બહાર કાઢ્યા છે. તથા ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં મદદ કરી છે.

આ પણ વાંચો: Gujarat Monsoon: બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ, નીચાણવાળા ગામોમાં પાણી ભરાયા

Tags :
Advertisement

.

×