Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો, જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Gujarat Rain: અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો
gujarat rain  અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો  જાણો શું છે હવામાન વિભાગની આગાહી
Advertisement
  • Gujarat Rain: એસ.જી.હાઈવે પાસે ભારે વરસાદ પડતા પાણી પાણી થયુ છે
  • રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
  • આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Gujarat Rain: અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. એસ.જી.હાઈવે પાસે ભારે વરસાદ પડતા પાણી પાણી થયુ છે. તેમજ પ્રહલાદનગર, ઇસ્કોન, સરખેજ, જુહાપુરામાં વરસાદ છે. તથા નારણપુરા, ઘાટલોડિયા, વાડજ સહિતના વિસ્તારમાં વરસાદ સાથે અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ છે. છેલ્લા 2 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદને લઈ શહેરમાં ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. 28 ઓગસ્ટ સુધી અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે.

Advertisement

Advertisement

હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદનું જોર રહેશે તથા આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.

Gujarat Rain: રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ 40 થી 50 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હાલ મોન્સૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. તેમજ 2 સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકાઓમાં 13 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં 11 ઇંચથી વધુ, વંથલી તાલુકામાં 10 ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં 10 ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ

Tags :
Advertisement

.

×